૨૦૦ વષૅથી જે જગ્યાએથી માછીમારૉ પરંપરાગત માછીમારી કરી રહયા છે, તે જગ્યા ઉપર કૉનૉ અધિકાર છે ?
અમારૉ ચિતાર
આજે જ્યારે સામાન્ય માનવી વધતા જતા ભાવો, મંદી તેમજ નોકરી છૂટી જવાનો ભય વગેરે પ્રશ્નો અંગે ચિંતીત છે ત્યારે કેટલાક એવા પણ લોકો છે જેમને ચિંતાના આનાથી પણ વધુ કારણો છે. આપણે ભૂલવું ન જોઇએ કે હમણા થોડા વખત પહેલા સુધી બહુચિર્ચત રહેલ ઉંચા વૃધ્ધિદરની વાતો છતાં ભારતની વસ્તીનો નોંધપાત્ર ભાગ હજી પણ ગરીબ અને સીમાંત છે.
કચ્છના માછીમાર સમુદાયની પરિસ્થતી ઘણા વિરોધાભાસ રજૂ કરે છે. એક તરફ અમે સ્થાયી ધોરણે ઉંચી આવક મેળવી આપે તેવા સમૃધ્ધ હુન્નરમાં રોકાયેલા છીએ. તો બીજી તરફ વચેટીયાઓ દ્બારા કરવામાં આવતું શોષણ અમને દેવાની જાળમાં ફસાવી રાખે છે. માત્ર આટલું જ નહી, અમૉ અમાનવીય પરિસ્થિતમાં જીવન ગુજારીએ છીએ. પાયાની સવલતો, શિક્ષણ, અને આરોગ્ય સગવડો સુધીની પહોંચ સિવાય અમૉને ભારતનાં બંધારણમાં સમાવિષ્ટ અધિકારોથી પણ વંચિત રાખવામાં આવેલ છે.
હવે અમારી એકમાત્ર જીવનરેખા, અમારૉ વ્યવસાય - પરંપરાગત માછીમારી પણ જોખમમાં છે. હાથીઓના ટોળા દ્બારા જેમ કીડીઓને પગ તળે કચડી/છુંદી નાખવામાં આવે તેમ, અમારા વિસ્તારમાં ઝડપથી થઇ રહેલા ઔદ્યોગિકરણને કારણે અમે પરંપરાગત માછીમારો નષ્ટ થવાના ભય હેઠળ છીએ. આ સંદર્ભમાં અમારા માછીમાર સમુદાય દ્વારા કેટલાય વર્ષોથી દરેક વિભાગ અને દરેક દિશામાં રજૂઆત કરવામાં આવી હોવા છતાંય અમારા હક્કોનું જે રીતે ઉલ્લંઘન થાય છે એ જોતા એમ કહી શકાય કે આપણે ભલે કહેતા હોઇએ કે સૌ સમાન છે પરંતુ સમાનતાનું પલ્લુ અમારા કેસમાં કેટલાક લોકો તરફ વધારે પડતુ ઢળેલું છે.
લગભગ બે દાયકાઓથી કુદરતી વિષમતા અને આધુનિકરણનાં પરિબળો સામે ટક્કર ઝીલતા અમાર માછીમાર સમુદાયનીં સહનશિક્ત અને સ્થિતસ્થાપકતા જોઇ મુલાકાતીઓ આશ્વર્ય ચિકત થઇ જાય છે. ગુણીયાં / કંતાનથી બનાવેલાં ઝુપડાઓમાં તેઓ એવા લોકોને જુએ છે, જેમનું સ્વમાન અકબંધ છે, અમૉ પોતાની પરંપરા પ્રત્યે ગર્વની લાગણી અનુભવીએ છીએ અને અમારી સંસ્કૃતિ અને કાર્ય જીવંત છે. અમારી જીંદગીમાં વધારે ઉંડા ઉતરશૉ તો, તેમને અમારી જીવનશૈલી તરફ માનની લાગણી પેદા થશે. અમે આશા રાખીએ કે પરંપરાગત અને આધુનિક જીવનશૈલીનો સુભગ સમન્વય સધાય અને બંને સાથે મળીને ભારતની વિકિસત રાષ્ટ્ર બનાવવાની દિશામાં આગળ વધે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો