આ માછીમારો મુસલમાનોની વાઘેર જાતિના છે. વરિષ્ઠ વડીલ માછીમાર ઇબ્રાહીમ સાલે માંજલીયા જણાવે છે કે,"વાઘેર શબ્દ વાહ!ઘેર માંથી ઉતરી આવેલ છે. પર્સીયાના અખાતી વિસ્તારમાંથી અહીં આવીને વસેલા અમારા વડવાઓ દ્વારા માછલીને જાળમાં ફસાવવામાં કાબેલ/નિપુણ ગણાતા માછીમારોને તેમની આ કુશળતા બદલ બિરદાવવા માટેની એક અભિવ્યિક્ત તરીકે આ શબ્દનો ઉપયોગ થતો હતો. અમારૂં જીવન દરિયા અને દરિયાકિનારા સાથે જટિલતાપૂર્વક જોડાયેલુ છે અને અમે અમારી દૈનિક જરૂરિયાતો માટે કોઇના પણ ઉપર નિર્ભર નથી. અમારા લોકો સ્વાવલંબી અને સ્વતંત્ર છે."
મુખ્ય ગામડાઓથી આ બંદરો ૭-૮૦ કિ.મી.ના અંતરે આવેલા હોય છે. ૩-૪ ગામડાઓના પિરવાર એક બંદર ઉપર વસવાટ કરે છે. પરંતુ આ જમીન ઉપર માછીમારોના અધિકાર/હક્ક હજી સ્થાપિત નથી થયા. ઇબ્રાહીમ કાકા કહે છે કે, "અમે ૨૦૦ વર્ષથી આ કિનારાઓ ઉપર માછીમારી કરીએ છીએ. અમે આ કાંઠા ઉપર ઘણા વર્ષોથી માછીમારી કરીએ છીએ તે સાબિત કરવા માટે ઘણી બધી સાબિતીઓ છે, પરંતુ અમારી જમીનને હજી સુધી નિયમબધ્ધ કરવાનું હજી બાકી છે."
ગુણિયા અને પ્લાસ્ટીકના ટુકડા જેવી અન્ય સરળતાથી મળતી સામગ્રીથી બનાવેલ આવાસ/ઝુંપડામાં લોકો રહે છે. વિષમ કહી શકાય તેવા હવામાન સામે ટક્કર લેવા માટે તેમની પાસે આ એકજ બચવાનું સાધન છે. સખત પવન, ૪૫ સે. જેટલુ ઉંચુ અને પ સે. જેટલુ નીચુ તાપમાન. વર્ષના ૮-૯ મહિના આખું કુટુંબ બંદર ઉપર સ્થળાંતર કરે છે. કુટુંબના દરેક સભ્યો એક યા બીજી રીતે માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે. અતિવિકટ સંજોગોમાં પણ તેઓ પોતાની જાતને ટકાવે છે અને આજીવિકા રળે છે, જે તેમની તાકાત અને સહનશિક્તનો પુરાવો પુરો પાડે છે.
આજીવિકા
પગડીયા માછીમારી
પગડીયા માછીમારો ગામડામાં રહે છે અને દરિયામાં પગે ચાલીને જાય છે, જાળ બિછાવે છે અને માછલી પકડે છે.
વ્યાવસાયિક હોડી દ્બારા માછીમારી
બોટના માલિકો દિરયામાં ઉંડે સુધી જવા માટે તેમની ઓઇલ એન્જીનવાળી લાકડાની અથવા ફાઇબરની હોડીનો ઉપયોગ કરે છે અને જાતે જાળ બિછાવે છે. હોડીઓ દ્બારા માછીમારી કરતા માછીમારો દર વર્ષે ૮-૯ મહિના દિરયા કાંઠાની એકદમ નજીકની વસાહતોમાં વસવાટ કરે છે અને ચોમાસા દરમિયાન ગામડે રહેવા આવતા હોય છે.
આખું કુટુંબ માછીમારી વ્યવસાયમાં મોટો ભાગ ભજવે છે. મહિલાઓ દ્વારા માછલીઓના મૂલ્યવર્ધન સંબંધી કામગીરી એટલે કે વર્ગીકરણ/છુટી પાડવી અને સૂકવણીનું કામ કરવામાં આવે છે. આ ઉપરાંત, મહિલાઓ માછલીઓના સ્થાનિક બજારમાં વેચાણ અને ઘેર ઘેર છુટક વેચાણની કામગીરી પણ સંભાળતી હોય છે.
મુન્દ્ગાના કાંઠે પારંપરિક માછીમારી દ્બારા થતું માછલીનું વાર્ષિક ઉત્પાદન આશરે ૧૨૦૦૦ મે.ટન જેટલું છે. જેનું મૂલ્ય હાલની બજાર કિમતે રૂ.૬૦.૮ કરોડ જેટલું થાય. જો તેઓ સીધું બજારમાં વેચાણ કરી શકે તો દરેક કુટુંબને વધારે આવક થઇ શકે.
અદાણી અને ઓ.પી.જી ગૃપ કહે છે કે મુંદરાના દરિયા કાંઠાળમાં વ્યવસાયીક માછીમારી થતી જ નથી. આ વાત તદન ખૉટી છે,અને કદાચ માછીમારી વ્યવસાયથી અજાણ હૉવાથી આવુ કહે છે.આખા ભારતમાં ૪૦% માછલી ઉત્પાદન પારંપરીક માછીમારીથી થાય છે.બારેમાસ ચાલતૉ આ વ્યવસાય માછીમારી ક્ષેઞમાં ૭૦% લૉકૉને રૉજગારી આપે છે.આ માછીમારી માઞ પૉતાનાં રૉજીદા ખાવા માટે નહી પણ બજારમાં વેચવા માટે જાય છે.પગડીયા માછીમાર સહીત કચ્છનાં નાના માછીમારૉનૉ ઉત્પાદન મુંબઈ,આસામના બજારમાં વેચાય છે. જીંગા અને ટીંટણ યુરૉપ અને જાપાનનાં બજારમાં વેચવા માટે જાય છે.સુકા બુમલા શ્રીલંકા,બાંગ્લાદેશનાં બજારમાં વેચાય છે.
આપની પૉસ્ટ ખૂબ જ અસરકારક માહિતી આપે,જેમાં કૉને ભૉગે વિકાસ છે ? તેનૉ સચૉટ જવાબ આપેલ છે.
જવાબ આપોકાઢી નાખોરાકેશ ચૌહાણ વડૉદરા
c.rakeshk@yahoo.com